વિષય:-હકીકતલક્ષી એહવાલ સ્વીકારી ફરજ પર પરત લેવા બાબતે સંદર્ભ- જેએમસી/સાવવિ/12/03/83/2/2022-2023 તા.ર

Complain ID : CCN058603   37  

Employment Complaint Complaint Date: July 12, 2022
  • State :  Gujarat
  • City :  Jamnagar
  • Address: Ashutosh Apartment Cricket Bungalow Society No3 Near By Gurudwara Circle, Jamnagar
મિતેશ પરમાર,
વર્ક આસિસ્ટન્ટ,
ટાઉન પ્લાનિંગ શાખા,
જામનગર મહાનગરપાલિકા,
જામનગર.
પ્રતિ,
માન. કમિશ્નર શ્રી
જામનગર મહાનગરપાલીકા,
જામનગર
વિષય:-હકીકતલક્ષી એહવાલ સ્વીકારી ફરજ પર પરત લેવા બાબતે
સંદર્ભ- જેએમસી/સાવવિ/12/03/83/2/2022-2023 તા.રર|૪|૨૦૨૨ નો પત્ર
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે મારા દ્વારા જામનગર મહાનગરપાલીકા ખાતે ટાઉનપ્લાનીંગ શાખામાં આશરે સવા બે વર્ષથી અધીકારી દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ખંત તેમજ નિષ્ઠાપૂર્વક કરતો આવુ છું સદરહુ પ્રકરણમાં આપશ્રીને ગેરમાર્ગે દોરી મને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલ.
હું ઉપરોક્ત શાખમાં મને સોંપવામાં આવેલ માત્ર ને માત્ર વોર્ડનં ૬ ની જ કામગીરી કરવામાં આવેલ જે આપ સાહેબશ્રી આપના સ્ત્રોત મારફતે અમારી શાખામાં તપાસ કરાવી શકો છો
વધુમાં શાખા દ્વારા મને સોંપવામાં આવેલ વોર્ડનં.૬ નું જ તમામ કામ મારા દ્વારા કરવામાં આવતુ હતુ તેમજ કોઈપણ જગ્યાએ કાયદાકીય નોટીસ સક્ષમ અધીકારી ની સુચના અનુસાર જ આપવામાં આવતી હોય છે, તેમજ તમામ ગેરકાયદેસર, પ્લાન વિરૂધ્ધ બાંધકામ સંબંધે અમારા દ્વારા અધીકારી ને વખતોવખત સમયસર જાણ પણ કરવામાં આવતી, આમ અમારા દ્વારા તમામ કાયદેસરની કાર્યવાહી કરવા સંબંધે અધીકારીને જાણ કરાતા તેમની સુચના અને માર્ગદર્શન અનુસાર જ કામગીરી કરવામાં આવતી હતી. સદરહુ સવાલવાળી જગ્યા વોર્ડ નં.૩ માં આવતુ હોય જે મારા કાર્યક્ષેત્ર માં પહેલેથી હોય જ નહી માત્ર નેમાત્ર ટીમલીડર તથા અધીકારીની મૌખીક સુચનાથી અન્ય વોર્ડ એન્જીનીય૨ ને મારા દ્વારા માત્ર ને માત્ર મદદ કરવામાં આવેલ જે તમામ બાબતથી આપશ્રીને અજાણ રાખી આપશ્રીને ગેરમાર્ગે દોરી મને ફરજ પરથી મુક્ત કરાવવામાં આવેલ, આમ ઉપરોક્ત તમામ હકીકતલક્ષી બાબતો ધ્યાને લઈ તેમજ નિર્દોષ વ્યક્તી ના દંડાય અને અમારું ભવિષ્ય જોખમાય નહી જે બાબતે અમારા પર રહેમ ની દ્રષ્ટિ રાખી આ હકીક્તલક્ષી અહેવાલ ગ્રાહય રાખી મને પુનઃ ફરજ પર પરત લેવા મારી આપ સાહેબશ્રી ને મારી નમ્ર અરજ છે.
લી
આપનો વિશ્વાસ
( મિતેષ પરમાર)

બિડાણ
1) કમિશ્નરશ્રી,જે.એમ.સી.દ્વારા આપવા માં આવેલ નોટિસ
નકલ સવિનય રવાના
1) માન. સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ
નેઓ સ્કવેર નો 1 થી 5 ગ્રાઉંડ ફ્લોર અંબર સિનેમા નજીક
પી.એન. માર્ગ જામનગર
જામનગર
2) માન.મુખ્યમંત્રીશ્રી નું કાર્યકાય, ગુજરાત સરકાર ,સરદાર પટેલ ભવન, સચિવાલય, ગાંધીનગર
Complaint Against / To: કમિશ્નરશ્રી,જે.એમ.સી.દ્વારા આપવા માં આવેલ નોટિસ

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    eConsumer Court (Online Upbhokta Forum) take the complaint directly to the escalation team of the company, which has the power to resolve your grievance. We send a well-drafted letter to the company, explaining the details of your complaint along with the inconvenience caused to you. Jago Grahak Jago is specially to help consumers to redress their issues and grievances. We ensure to take quick actions on every complaint filed by the customers. We work hard and tirelessly to resolve the case.