Complaint about Contractor has not been completed house renovation work since 30/11/2015

Complain ID : CCN023429   60  

Contractor Complaint Complaint Date: October 19, 2016
Modified date: October 20, 2016
  • State :  Gujarat
  • City :  Anand
  • Address: 18/1, Atul Park-1, Nr. Arunoday Society, Vallabh Vidyanagar-388120, Dist. Anand, Gujarat, India
From :
પ્રકાશ પટેલ
18/1, અતુલ પાર્ક-1,
અરુણોદય સોસાયટી પાસે,
વલ્લભ વિદ્યાનગર 388120,
જી. આણંદ, ગુજરાત
Mob. 9427857965
Email : prakashapatel@rediff.com

માનનીય સાહેબશ્રી,
આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી કે શ્રી ધર્મેન્દ્ર જી. બારોટ પોતે ડિગ્રી સિવિલ એન્જીનીઅર છે તેવું જણાવી ને અમે શ્રી ધર્મેન્દ્ર જી. બારોટ ઉપર વિશ્વાસ અને ભરોસો રાખીને મકાન રીનોવેશનનું (નવીનીકરણ) કામ તારીખ 30/11/2015 ના રોજ આપેલ હતું અને આના કરાર પેટે રૂપિયા 6 લાખ અને 50 હજાર નક્કી કરેલ હતા અને 2 મહિના અને 15 દિવસમાં (અઢી માસમાં) કામ પૂરું કરી આપવાનું તેઓએ મૌખિક વચન આપેલ હતું. પરંતુ આજ દિન સુધી તેઓએ આ કામ પૂરું કરેલ નથી. અને જેઓને અમે હપ્તે હપ્તે પૈસા ચૂકવીએ છે અને પૈસા ચૂકવ્યાનું પાકું બિલ પણ આપતા નથી. તેઓ સ્પષ્ટ જણાવે છે કે પહેલા પૈસા આપો પછીજ કામ થશે અને પૈસા આપ્યા પછી પણ થોડું ઘણું કામ ઓછા ખર્ચે પૂરું કરીને ફરીથી બીજા પૈસા માંગવાનું શરુ કરી દે છે. પૈસાના પ્રમાણમાં કામ પૂરું કરતા નથી અને વધારે ને વધારે પૈસા માંગ્યાજ કરે છે અને ધમકી આપે છે કે રૂપિયા 6 લાખ અને 50 હજાર પુરા પહેલા આપો પછીજ કામ પૂરું કરું. અને કોઈ પણ મટેરીઅલ હલકી ગુણવત્તા વાળું લાવે. કોઈ પણ મટેરીઅલ ખરીદી લાવે તો તેનું પણ બિલ આપતા ન હતા અને બિન કુશળ કારીગરો લાવે, અમે કહીએ તો એમ કહે છે કે તમારે રૂપિયા 6 લાખ અને 50 હજાર પુરા નક્કી કરેલ છે તે પુરા કરવા સાથે મતલબ રાખો ને તમારે એ નહિ જોવાનું કે હું ગમે તેવું અને ગમે તેટલા રૂપિયાનું મટેરીઅલ લાવું . અને બીજું કે ટાઇલ્સ માં પણ જરૂરિયાત કરતા વધારે ફૂટ ટાઇલ્સ મંગાવીને ઓછી ટાઇલ્સ નાખી આપી ને અમારી સાથે છેતરપિંડી કરેલ છે (અંદાજિત આશરે રૂપિયા 26000/-ની છેતરપિંડી થયેલ છે) અને બિલ માંગીએ છે તો પણ આપતા નથી.

કામ આપ્યા ના ઘણા બધા દિવસ પછી જાણવા મળ્યું કે શ્રી ધર્મેન્દ્ર જી. બારોટ પોતે ડિગ્રી સિવિલ એન્જીનીઅર નથી પરંતુ ખોટું જણાવી ને પોતે કામ રાખેલ હતું.

અમારા મકાન ની દશા એવી તો બગાડી નાખી છે કે અમારે રહેવા માં પણ ઘણી જ મુશ્કેલી પડે છે અને જે કામ કરેલ છે તેમાં પણ ગણી બધી નુકશાની રહી ગયેલ જે સુધારી આપતા પણ નથી. આ માનવ ના સુખાધિકાર નો ભંગ છે

અત્યાર સુધી અમે રૂપિયા 6,05,080/- રોકડા ચુકવેલ છે તેનું પાકું બિલ (કેશ મેમો) પણ આપતા નથી. અને રૂપિયા 6,05,080/- જેટલી રકમનું કામ પણ પૂરું કરી આપેલ નથી. તેઓ કામ અધૂરું મૂકીને ચાલ્યા ગયેલ છે.

શ્રી ધર્મેન્દ્ર જી. બારોટ ની ઓળખ નીચે મુજબ છે

Dharmendra G. Barot
M.9998135481

Building & Civil Engg. Contractor, Job works for Planning, Design, Drawing & Building Construction Works
37, Krushna Housing Society, Vallabh Vidyanagar, Dist.. Anand, Gujarat dharmendrabarot31@gmail.com

આભાર સહ ,
આપનો વિશ્વાસુ
પ્રકાશ પટેલ

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    eConsumer Court (Online Upbhokta Forum) take the complaint directly to the escalation team of the company, which has the power to resolve your grievance. We send a well-drafted letter to the company, explaining the details of your complaint along with the inconvenience caused to you. Jago Grahak Jago is specially to help consumers to redress their issues and grievances. We ensure to take quick actions on every complaint filed by the customers. We work hard and tirelessly to resolve the case.